પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ ખાતે બોર્ડરવિંગના ઉપક્રમે પોલીસ સ્પોર્ટસ મીટ 2024નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.આ ઇવેન્ટમાં 20થી વધુ રમતોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં કેન્દ્ર અને રાજ્યસરકારના
વિવિધ વિભાગોના કર્મચારીઓ ભાગ લેશે.આ સ્પોર્ટસ મિટ સાથે સમાજ માટે જાગૃતી માટેના કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે.આજે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આ સ્પોર્ટસ મિટનો પ્રારંભ
કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્ર બગડીયા, ડીવાયએસપી શ્રી ઝણકાર સહીતના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સ્પર્ધાઓની સાથે પોલીસ દળ સ્વચ્છતા અભિયાન, ટ્રાફીક જાગૃતી
સહીતના કાર્યક્રમોનું આયોજન પણ હાથ ધરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણ દિવસની સ્પોર્ટસ મિટ દરમ્યાન ડીજીપી શ્રી વિકાસ સહાય ત્રણ દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે.કચ્છમાં કેન્દ્ર
સરકાર અને રાજ્યસરકારની સંસ્થાઓ વચ્ચે રમતગમત દ્વારા બંન્ને વચ્ચેનું સંકલન વધુ સારુ થાય તે માટે આ સ્પોર્ટસ મિટનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.મહેન્દ્ર બગડીયાએ ચંચળન્યુઝ સાથે વાત કરી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …