Breaking News

ભારતીય બનાવટની વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાગોદર પોલીસ

વાગડ વિસ્તારના હાઈવે પટ્ટી ના ગાગોદર પોલીસ મથક દ્વારા
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ રાપર સીપીઆઇ વી.કે ગઢવી નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી.આહીર તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા દરમ્યાન પીએસઆઇ વી.પી.આહીર ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ધાણીથર ગામના પાટીયાની સામે આવેલ બાવળોની ઝાડીમા એક ઈગ્લીશદારૂ ભરી ટ્રક આવેલ છે અને તેમાથી કટીંગ ક૨વાનુ ચાલુમા છે તેવી સચોટ બાતમી હકિકત મળતા પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહુ જગ્યાએ જઈ તપાસ ક૨તા એક ટ્રક ઉભેલ જોવામા આવેલ જેની નજીક જઈ પંચો રૂબરૂ ટ્રકમાં ચેક કરતા જેમા ચાઈના કલે માટી ભરેલ જોવામા આવેલ જે માટીની આડમા જોતા સફેદ કલરના પ્લાસ્ટીકના થેલામા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ખાખી કલરની પેટીઓ ભરેલ હોઈ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતા મુદ્દામાલ શોધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ
મુદ્દામાલ:
(૧) મેકડોલ નંબર ૧ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ધ પરફેકટ બ્લેડ ઓફ ઈમ્પોટેડ સ્કોચ ઇન્ડીયન મલ્ટસ એન્ડ ગ્રેઈન સ્પીરીટ ફોર સેલ ઇન ચંડીગઢ ઓન્લી ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૭૦૮ જે એક બોટલની કિ.રૂા.૩૭૫/૦૦ લેખે કુલ્લ કિ.રૂા. ૨૬૫૫૦૦/- ગણેલ.
(૨) રોયલ સ્ટેગ પ્રિમીયર વ્હીસ્કી એ ફાઈન બ્લેન્ડ ઓફ ઈમ્પોટેડ સ્કોચ મલ્ટસ એન્ડ સ્પેશ્યલી સિલેક્ટેડ ઇન્ડીયન ગ્રેઈન સ્પીરીટ બ્લેન્ડેડ એન્ડ બોટલેડ બાય પ૨નોડ રીકાર્ડ ઇન્ડીયા ફોર સેલ ઇન ચંડીગઢ ઓન્લી ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૮૪ જે એક બોટલની કિ.રૂા.૪૦૦/-લેખે કુલ્લ કિ.રૂા. ૩૩૬૦૦/- ગણેલ.
(૩) રોયલ ચેલેન્જ પ્રીમીય સિલેક્ટ વ્હીસ્કી ફોર સેલ ઇન ચંડીગઢ ઓન્લી ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ- ૨૬૪ જે એક બોટલની કિ.રૂા. પ૨૦/- લેખે કુલ્લ કિ.રૂા. ૧૩૭૨૮૦/- ગણેલ.
(४) ટ્રક ની કિંમત .15,००,०००/-
એમ કુલ્લે કિ.રૂ. ૧૯,૩૬,૩૮૦ /-
આરોપી:
(૧) ટ્રક રજી.નંબર-આર.જે-૦૪-જી.સી.૩૮૭૦ વાળાનો ચાલક
આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી.આહીર તથા ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »