અમદાવાદ
ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળતા તેને અમદાવાદ લવાયો હતો.