Breaking News

સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ આચરવા બદલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયમી ઘોરણે ૫રવાના રદની કાર્યવાહી કરાઇ

કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસણી દરમિયાન ગેરરીતિ સામે આવતા ગેરરિતી આચરનારા ૫રવાનેદારો વિરુધ્ધ જિલ્લા કલેકટર તથા જિલ્લા પુરવઠા અઘિકારી દ્વારા દંડનીય તેમજ ૫રવાના રદ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે જિલ્લામાં કાર્યરત સસ્તા અનાજની દુકાનની આકસ્મિક તપાસણી કરવામાં આવતી હોય છે અને ગેરરીતિ આચરનારા વિરુઘ્ઘ કડક ૫ગલાં લેવામાં આવતાં હોય છે. અબડાસા તાલુકાના સુથરી ગામના દુકાનદાર રાજુલાબેન લિરેશકુમાર શાહ સંચાલિત સસ્તા અનાજની દુકાનનો ૫રવાનો ગેરરીતિ સબબ અગાઉ જિલ્લા પુરવઠા અઘિકારી તથા તત્કાલિન કલેકટર દ્વારા પરવાનો રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે કેસ કાર્ડઘારકોને સાંભળી નિર્ણય કરવા રિમાન્ડ થઈ આવતાં આ કામે પુરવઠા વિભાગ દ્વારા ટીમ બનાવી તપાસણી કરવામાં આવી હતી. તપાસણી બાદ અગાઉની ગેરરિતીઓને સમર્થન મળતાં જિલ્લાના કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ૫રવાનો રદ કરવાનો હુકમ કાયમ રાખવા હુકમ કરવામાં આવ્યો હતો.
વઘુમાં તાજેતરમાં પ્રાંત અઘિકારી અંજાર અને ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી મેહુલ દેસાઈ દ્વારા સસ્તા અનાજની દુકાનના ૫રવાનેદારો સામે ગેરરિતી બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અઘિકારીએ ગંભીર ગેરરીતિઓ બદલ ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે શ્રી અંબિકા સ્વ.સહાય જુથ હેઠળ કાર્યરત સસ્તા અનાજની દુકાનનો ૫રવાનો કાયમી ઘોરણે રદ કરવા અને રૂ.૫૦૦૦/- ની ડિપોઝિટ જપ્ત કરવા સહિત કુલ રૂ.૭,૩૫,૭૭૭/- નો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અન્ય એક કેસમાં માંડવી તાલુકાના ઘુણઈ ગામના સસ્તા અનાજના દુકાનદાર દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ બદલ રૂ.૫૦૦૦ ની ડિપોઝિટ જપ્ત કરવા સહિત રૂ.૫૩,૮૦૭/- નો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા બારોઈ ગામે સસ્તા અનાજની દુકાનની તપાસણી દરમિયાન ૫ણ ગેરરીતિ ઘ્યાને આવી હતી. તેમજ તાલુકાના મામલતદારો દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવતાં માંડવી તાલુકાના પી૫રી તથા ભોજાય, ભુજ તાલુકાના ભુજોડી તથા અંજાર તાલુકામાં અંજાર શહેરની એક દુકાનમાં ગેરરિતી બાબતે અહેવાલ કરવામાં આવતાં જિલ્લા પુરવઠા અઘિકારીએ સંબંધિતો સામે નોટીસ ઈસ્યુ કરી ખુલાસો પુછવામાં આવ્યો છે. અને ત્યારબાદ સંબંઘિત દુકાનદારો સામે નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામા આવશે. આગામી સમયમાં ૫ણ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગેરરિતી આચરનારા ૫રવાનેદારો સામે નિયમોનુસારની કાર્યવાહી ચાલુ રહેશે તેવું જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

નલીયા ગામે સસ્તા અનાજની દુકાનમાં વધારાનો જથ્થો સિઝ કરાયો
અબડાસા તાલુકાના નલીયા ગામે શ્રી ત્રંબો વિવિઘ કાર્યકારી સહકારી મંડળી હેઠળ કાર્યરત સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવતાં અને તપાસણી દરમિયાન ગેરરિતી સામે આવતાં, આવશ્યક ચીજ વસ્તુઓનો સ્ટોક વધુ જણાઈ આવતાં વધારાનો જથ્થો સિઝ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. દુકાનદાર દ્વારા ૫રવાના આદેશ-૨૦૦૪ની શરતો તથા પી.ડી.એસ.કન્ટ્રોલ ઓર્ડર-૨૦૦૧ની જોગવાઈઓ અને સરકારશ્રીના તા.૨૬/૮/૨૦૧૫ ના ઠરાવની જોગવાઈઓનો ભંગ કરી સંચાલન કરવામાં આવતું હોઈ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા તથા પ્રાંત અધિકારી અંજાર અને ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી મેહુલ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા ઈન્સપેકટરશ્રી સલીમ મેમણ દ્વારા વધારાનો જથ્થો સિઝ કરવા હુકમ કરાયો હતો. જે અંગે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નોટીસ ઈસ્યુ કરી દુકાનદારનો ખુલાસો મેળવવામાં આવશે અને ત્યારબાદ સંબંધિત દુકાનદાર સામે નિયમોનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાપર શહેર મા પોલીસ અને સીઆઇએસએફ દ્વારા ફુટ પેટ્રોલીંગ

આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા આગામી લોકસભા ની ચુંટણી ને અનુલક્ષીને પૂર્વ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »