“દિલ્હી સરકારને ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર” કેન્દ્રો રાજ્ય સરકારના અધિકારો ન લેઃ SC

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આજે આ અંગે ચુકાદો આપ્યો. “દિલ્હી સરકારને ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર” કેન્દ્રો રાજ્ય સરકારના અધિકારો ન લેઃ SC સત્તાની શક્તિ ચૂંટાયેલી સરકાર પાસેઃ SC લોકતંત્ર અને બંધારણનું સન્માન જરૂરીઃ SC

કોર્ટે આ મામલે 18 જાન્યુઆરીના રોજ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હી સરકારનો એ તર્ક હતો કે કેન્દ્ર હકીકતમાં તેમની અને સંસદ વચ્ચેના અંતરને ખતમ કરવા માંગે છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે દુનિયા માટે દિલ્હીને જોવું એટલે ભારતને જોવું. તેમણે કહ્યું કે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે, આથી એ જરૂરી છે કે કેન્દ્રની પાસે પોતાના પ્રશાસન પર વિશેષ અધિકાર હોય અને મહત્વના મુદ્દાઓ પર નિયંત્રણ હોય.

કેન્દ્ર સરકારે 2021માં ગવર્મેન્ટ ઓફ એનસીટી ઓફ દિલ્હી એક્ટ (GNCTD Act) પાસ કર્યું હતું. જેમાં દિલ્હીના ઉપરાજ્યપાલને કેટલાક વધુ અધિકાર અપાયા હતા. આમ આદમી પાર્ટીએ આ કાયદા હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમ આદમી પાર્ટી અવારનવાર કેન્દ્ર સરકાર પર ચૂંટાયેલી સરકારના કામકાજમાં વિધ્ન નાખવા માટે ઉપરાજ્યપાલનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી આવી છે.

 

About chanchal bhuj bhuj

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »