વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે. ગઢવી પીએસઆઇ આર. આર. આમલીયાર, સ્ટાફના મુકેશ ચાવડા, નરેશ ઠાકોર, મુકેશ સિંહ રાઠોડ, બાબુભાઈ કારોત્રા સહિતના સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલી પૂર્વ બાતમીના આધારે રાજસ્થાન પાસિંગ ની ટરબો ટ્રક નંબર આર. જે. 19 જી. બી.4489 નિકળતાં પોલીસ ટીમ દ્વારા રોકવા માટે જણાવતા ટ્રક ચાલકે ટ્રક ત્રંબૌ જેસડા માર્ગ પર ભગાડી મુકી હતી. ત્યારે રાપર પોલીસે સરકારી ગાડી દ્વારા ફિલ્મીઢબે પીછો કરી ટ્રક ને રાપર પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરવામાં આવતા ગોવાર ના જથ્થા નીચે છુપાવવામાં આવેલ 140 ભારતીય બનાવટના બિયરની પેટી તથા ભારતીય બનાવટનો વિદેશી દારૃની 29 પેટી મળી આવ્યો હતો.
ટ્રક ચાલકને પકડી પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે. ટરબો ટ્રકની કિંમત રૂપિયા 10 લાખ તથા દારૂ બિયરની કિમત સાડા પાંચ લાખ સાથે કુલ રુપિયા 17 લાખની કિમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂના જથ્થા સાથે ચનારારામ કિશનોરામ જાટ અને શ્રીરામ લાઘુરામ બિસનોઈ ને પોલીસે પકડી પાડી પુછપરછ હાથ ધરી છે કે આ જથ્થો કયા લઈ જવાનો હતો,કોણે મંગાવ્યો હતો અને કયા સ્થળે કટીંગ કરવાનો હતો તે બાબતે ટ્રક ચાલક ની પુછપરછ હાથ ધરી છે.