કર્ણાટકમાં અમૂલને મોટો આંચકો, બેંગ્લુરુ હોટેલ્સ એસોસિએશને નંદિનીનું દૂધ વાપરવાનો નિર્ણય કર્યો

કર્ણાટકમાં દૂધને લઈને સંઘર્ષ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે ગુજરાતની પ્રસિદ્ધ ડેરી અમૂલ કંપનીને રાજ્યમાં એન્ટ્રી આપવી તે ભાજપનું કાવતરું ગણાવ્યું છે. વિધાનસભાની ચૂંટણીના ટાણે અમૂલની કર્ણાટકમાં એન્ટ્રીએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે.

બૃદહ બેંગ્લુરુ હોટેલ્સ એસોસિએશને રાજ્યના ખેડૂતોને સમર્થન આપતા ફક્ત નંદિની દૂધનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. રાજકીય સંઘર્ષ વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા જે ૨૦૧૩થી ૨૦૧૮ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતની ડેરી બ્રાંડે તેમના શાસનકાળમાં રાજ્યમાં એન્ટ્રી લેવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમણે એ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો પણ હવે ભાજપ તેમનું ખુલ્લા હાથે સ્વાગત કરી રહ્યો છે.

ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે અમૂલ અને નંદિની કર્ણાટકના દરેક ગામમાં સાથે મળીને ડેરીની સ્થાપના કરવાની દિશામાં કામ કરશે અને જે ગામમાં ડેરી નહીં હોય ત્યાં પણ તેને સ્થાપિત કરાશે.

About chanchal bhuj bhuj

Check Also

મોદીજી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે:અરવિંદ કેજરીવાલ

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »