દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરરોજ પાંચથી છ હજાર લોકો કોરોનાથી સંક્રમિત થતા જોવા મળી રહ્યા છે. મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારો દ્વારા ફરી એકવાર ગાઈડલાઈન તેમજ વિવિધ સૂચનોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ અઠવાડિયે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રી અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજીને રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરની હોસ્પિટલોની સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે 10 અને 11 એપ્રિલના રોજ મોક ડ્રિલનીનું આયોજન કરવા પણ જણાવ્યું છે.
- 3 રાજ્યમાં માસ્ક ફરજિયાત
કેરળ અને પુડુચેરી સરકારે માસ્ક ફરજિયાત કર્યો છે. હરિયાણામાં પણ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. સરકારે સામાન્ય લોકોને કોરોનાથી બચવા માટે જરૂરી નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. સરકારે જિલ્લા અને પંચાયત પ્રશાસનને તેના પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. - કેરલ સરકારે ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની જીવનશૈલીથી જોડાયેલા વિવિધ રોગો ધરાવતા લોકો માટે પણ માસ્ક ફરજિયાત કર્યું છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ જણાવ્યું હતું કે કોવિડ-સંબંધિત મોટાભાગના મૃત્યુ 60 વર્ષથી વધુ ઉંમરના અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડિત લોકોમાં થાય છે. જ્યોર્જે આરોગ્ય વિભાગને ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. ટૂંક સમયમાં ખાનગી હોસ્પિટલોની એક વિશેષ બેઠક યોજવામાં આવશે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ જણાવ્યું હતું કે, કોવિડ-સંબંધિત મોટાભાગના મૃત્યુ 60 વર્ષથી વધુ ઉંમરના અને ડાયાબિટીસ જેવા જીવનશૈલીના રોગોથી પીડિત લોકોમાં થાય છે.