માનહાનિના કેસમાં સજા પર સ્ટે માટે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત આવશે. રાહુલ ગાંધી અને તેમની લીગલ ટીમ સુરત કોર્ટમાં અપીલ કરશે. દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ રાહુલ ગાંધીનો કેસ લડશે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી છે. રાહુલની સાથે પ્રિયંકા ગાંધી પણ સુરતમાં હાજર રહેશે. છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ પણ તેમની સાથે સુરત આવશે, તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સુરત આવસે. અશોક ગેહલોત સહિત અનેક કોંગ્રેસ નેતાઓ તેમની પડખે ઉભા રહેશે. ત્યારે ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી સહિતના મોટા નેતાઓ સુરત પહોંચી ગયા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત પ્રિયંકા ગાંધી પર પણ સુરત આવે તેવી સંભાવના છે.