સુપ્રીમકોર્ટના ચૂકાદા હવે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. વિગતો હવે પછી હાઈકોર્ટની વેબસાઈટ પર સુપ્રીમકોર્ટના ચૂકાદા ગુજરાતીમાં ભાષામાં ઉપલબ્ધ થશે. જેને લઈ હવે વકીલ, પક્ષકારો અને સામાન્ય લોકોને પણ મદદ મળશે.
ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટના હોમ પેજ પરના આ નવા સેક્શન હેઠળ હાઇકોર્ટના ટ્રાન્સલેશન સેલ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને હુકમો સીધા જ ગુજરાતી ભાષામાં અપલોડ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ ચુકાદાઓ હાઇકોર્ટના આઇટી સેલના ડેવલપ કરાયેલા સોફ્ટવેર મિકેનિઝમ મારફતે અપલોડ થશે.