પટના જંક્શન પર રવિવારે ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોને પોતાના પરિવારના લોકોની સામે ખૂબ જ શરમજનક સ્થિતીમાં મુકાવું પડ્યું. હકીકતમાં જોઈએ તો, દાનાપુર મંડલના પટના જંક્શન પર લાગેલી ટીવીમાં અચાનક જાહેરાતની જગ્યાએ અશ્લીલ વીડિયો પ્રસારણ થવા લાગ્યા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે દિવસમાં થોડી વાર સુધી પટના જંક્શન પ્લેટફઓર્મ નંબર 10 પર લાગેલા ટીવી સ્ક્રીનમાં અશ્લીલ ફિલ્મો ચાલવા લાગી.
તે સમયે પ્લેટફોર્મ પર ભારે ભીડ જમા થયેલી હતી. લોકો પોતાના પરિવાર સાથે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. અચાનક અશ્લીલ ફિલ્મ બતાવતા પ્લેટફોર્મ પર હાજર લોકો શરમમાં મુકાઈ ગયા. આ ઘટના બાદ જાહેરાત એજન્સીને કંટ્રોલમાં દરોડા પાડ્યા તો, કેટલાય કર્મચારીઓ બ્લૂ ફિલ્મ જોઈ રહ્યા હતા. જો કે આરપીએફને જોતા જ કંટ્રોલ રુમમાં બેઠેલા કર્મચારીઓએ તાત્કાલિક આ વીડિયો ડિલીટ કરી નાખ્યા.
ઘટનાની જાણકારી મળતા જ મંડલ રેલ મેનેજમેન્ટ પ્રભાત કુમાર દ્વારા તેને ગંભીરતાથી લેતા સંબંધિત એજન્સી દત્તા કમ્યુનિકેશન વિરુદ્ધ આરપીએફ પોસ્ટમાં ફરિયાદ નોંધાવામાં આવી. મંડલ રેલ મેનેજમેન્ટ પ્રભાત કુમાર દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ઘટનાની જાણકારી મળી છે. આ મામલામાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. સંબંધિત એજન્સી વિરુદ્ધ આરપીફ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. એજન્સી વિરુદ્ધ દંડ પણ ફટકાર્યો છે અને તેને હાટવી બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવી છે.