રાત્રે સુતા પહેલા પગ ધોવાથી ઊંઘ સારી આવે છે અને સાથે જ અન્ય ઘણા લાભ થાય છે.
નિયમિત રીતે સુવા જાવ તે પહેલા પગ ધોવા જોઈએ. પગ ધોઈને સુવાથી ઊંઘ સારી આવે છે અને માઈન્ડ રિલેક્સ થાય છે સાથે જ સ્ટ્રેસ પણ ઘટે છે. આ વસ્તુ નો અનુભવ પણ તમે કરી શકો છો. જ્યારે પણ તમને ઊંઘ આવે નહીં ત્યારે ઠંડા પાણીથી પગ ધોઈ લેવા અને તેને બરાબર રીતે કોરા કરીને સુવા જાવ થોડી જ મિનિટોમાં તમને ગાઢ ઊંઘ આવી જશે.
રાત્રે પગ ધોઈને સુવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. આમ કરવાથી ડિપ્રેશન અને એન્ઝાઈટીના લક્ષણ ઓછા થવા લાગે છે અને તમને સારું ફીલ થાય છે. ખાસ કરીને ગરમીના વાતાવરણ દરમિયાન પગ ધોઈને જ સૂવું જોઈએ. કારણ કે પગમાં પરસેવો થયો હોય છે અને એમાં બેક્ટેરિયા જન્મે છે. સુતા પહેલા પગને બરાબર સાફ કરીને સુવાથી બેક્ટેરિયા દૂર થાય છે અને સ્કીન સારી રહે છે.