મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં શુભમ રેસિડન્સીમાં રહેતા અને ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતાં 18 વર્ષના નમન પંકજભાઇ વડાલીયા નામના પરીક્ષાર્થીએ પોતાના ઘરે રૂમમાં ગેળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.
ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો ગઇકાલથી પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢમાં ધોરણ 12 સાયન્સના પ્રથમ પેપરની પરીક્ષા આપે તે પહેલાં જ ડીપ્રેશનમાં આવી ગયેલા ડૉકટર પિતાના પુત્રએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે
ગઇકાલે બપોરે 3 વાગ્યાનું પ્રથમ પેપર હોય દોઢ વાગ્યાથી દરવાજો નહિ ખોલતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઇ પ્રતિસાદ ના મળતા દરવાજો તોડીને જોતા દીકરાની લાશ લટકતી જોવા મળી હતી. આ અંગે પીયુષભાઇ ગગજીભાઇ વડાલીયાએ પોલીસમાં જાણ કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.