વિરોધ પ્રદર્શનની મંજૂરીના નિયમને લઈને ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી એક અરજી પર સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે, દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો જાણવાનો નાગરિકોને અધિકાર છે. વિરોધની મંજૂરી કેમ નથી મળતી તે નિયમો જાણવાનો પણ અધિકાર છે. આ સાથે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો વેબપોર્ટલ પર મુકવાનો નિર્દેશ કર્યો હતો.
