ગુજરાતમા સુખી સંપન્ન સમાજની છાપ ધરાવતા પાટીદાર સમાજને એક મોટી આફત આવી પડી છે. પાટીદારો જે પણ કરે તેમાં છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ આ સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે. પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા નથી મળી રહી. અને જે યુવતીઓ છે તે વિદેશ જવા માંગે છે. ત્યારે કન્યાઓની અછતને લઈને મધ્ય ગુજરાત પાટીદાર સમાજ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.
મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે. આ અછતને પૂરી કરવા માટે ગુજરાતના જ પાટીદારો જે વર્ષોથી ગુજરાત બહાર વસેલા છે, તેમની સાથે સંબંધ કેળવવામા આવશે. ત્યાંની દીકરીઓને ગુજરાત લાવવાની એક પહેલ કરવા ગુજરાતના પાટીદાર સમાજે નિર્ણય લીધો છે.
મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજમાં પુત્ર સંખ્યામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણે મહેસાણાના વિસનગર ખાતે આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં 40 યુવતીઓ હાજર રહી હતી. જેની સામે 500 યુવકો હાજર રહ્યા હતા.