રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર માતમ છવાઈ ગયો છે.
