પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે આર.ડી.જાડેજા સાહેબ નાયબ પોલીસઅધિક્ષકશ્રી ભુજવિભાગ-ભુજ નાઓએ સુચના આપેલ, જે અન્વયે પ્રો.નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાર્થ ચોવટીયા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આઇ.સોલંકી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.- ૦૦૮૦/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૩૭૯ મુજબના ગુનાનો ભેદ ઉકેલવા સારૂ સર્વેલન્સ સ્ટાફ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ તથા નેત્રમ હેઠળ લાગેલ સી.સી.ટી.વી કેમેરાના ઉપયોગથી સદર ગુનાનુ ડીટેક્શન કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ માહીતી આધારે ઉપરોક્ત ગુના કામે ચોરીમા ગયેલ કાળા કલરનુ હીરો કંપનીની એચ.એફ.ડીલક્ષ વાળી સાથે એક ઇસમને પકડી પાડેલ અને પોકેટ કોપ મોબાઇલમાં એન્જીન તથા ચેસીસ નંબર નાખી વેરીફાય કરી તેની પુછપરછ કરતા તેણે સદર ગુન્હા કામે ગયેલ કાળા કલરનું હીરો કંપનીની એચ.એફ.ડીલક્ષ પોતે આશરે વીસેક દીવસ પહેલા સંસ્કારનગર પાસે આવેલ એમ્પાયર ટાવરની નજીક પાર્કીંગમાંથી ચોરી કરેલાની કબુલાત આપતો હોઈ જેથી મજકરુ ઇસમને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપી:
(૧) મોહન કાનજીભાઇ મહેશ્વરી, ઉ.વ.૨૫ ધંધો-કડીયાકામ રહે.મીરજાપર રોડ, શક્તિધામ મંદીરની આગળ, મચ્છુનગર, ભુજ
*રિકવર કરેલ મુદામાલ:
(૧) હીરો કંપનીની એચ.એફ.ડીલક્ષ મો.સા. ચેસીસ નંબર.MBLHAW148M5L00432 તથા એંજીન નં. HA11ESM5K55753 વાળી કી.રૂ.૪૦,૦૦૦/-
*કામગીરી કરનાર :
આમ ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આઇ.સોલંકી સાહેબ તથા તેઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. ઝાહીદ એમ.મલેક તથા કરણસિંહ પી.ઝાલા તથા પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ એન.જાડેજા તથા પો.કોન્સ. રણજીતસિંહ કે.જાડેજા તથા જીવરાજ વી.ગઢવી તથા ઉપેન્દ્રસિંહ ઝાલા તથા જયદેવસિંહ જે. જાડેજા જોડાયેલા હતા.