નાણામંત્રી કનુભાઈ દેસાઈ શુક્રવારે બજેટ રજૂ કરશે. આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે કે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો સાથે જંગી બહુમતી ચૂંટાઈ આવ્યા બાદ હવે પ્રોટોકોલ અનુસાર કોંગ્રેસના ધારાસભ્યોને ચર્ચાનો સમય ખૂબ ઓછો મળશે. પરિણામે વિધાનસભાની કામગીરી એકતરફી એટલે કે વિરોધવાળી રહેવાની સંભાવના છે. આગામી બજેટ સત્ર સંપૂર્ણપણેનીરસ રહે તેવા અત્યારથી એંધાણ મળી રહ્યા છે
વિધાનસભાના સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું ઉદ્બોધન, દિવંગતોને શ્રદ્ધાંજલિ, અનુમતિ મળેલા પ્રથમ બિલ કે જે પેપર લીક મુદ્દે છે તેની ગૃહમાં રજૂઆત કરવામાં આવશે. કામકાજ સમિતિ દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. 24મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. ગત વર્ષની સરખામણીએ બજેટનું કદ 20 ટકા વધુ હોવાની સંભાવના છે. ગુજરાતનું બજેટ અત્યાર સુધીના બજેટમાં સૌથી મોટા કદનું બજેટ હોવાની સંભાવના છે.