આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આવનારા બે દિવસમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે.
અમદાવાદમાં તાપમાનમાં વધારો થશે. તો રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 37.4 ડિગ્રી, સુરેન્દ્રનગર અને ભૂજમાં લઘુતમ તાપમાનનો પારો 37.5 ડિગ્રી પર પહોંચ્યો. જ્યારે મહુવા અને ડિસામાં લઘુતમ તાપમાનનો પારો 36.6 ડિગ્રી પર પહોંચ્યો હતો.