સુરતના વરાછામાં 10મા ધોરણના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. જેમાં ગળેફાંસો ખાઈ વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. તેમજ વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે. તથા યુવરાજ જોશીએ આપઘાત કરતા પરિવાર શોકમય બન્યો છે. આંતરિક પરીક્ષામાં 80 ટકા આવ્યા હતાવરાછામાં ધોરણ 10ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જેમાં આંતરિક પરીક્ષામાં 80 ટકા આવ્યા હતા. હજી વધુ માર્ક્સ લાવીશ તેવું કહેનાર વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી છે. 15 વર્ષના યુવરાજ જોશીએ ઘરમાં જ પંખા પર લટકીને આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગઇ છે. તેમજ ઘટનાને પગલે વરાછા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે
