આ ઘટના ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અહીં રહેતી દુલ્હનના લગ્ન મૈનપુરીના એક યુવક સાથે થઈ રહ્યા હતા અને તમામ જાનૈયા પણ પહોંચી ગયા હતા. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, દુલ્હનના પરિવારને એ વાતની જાણકારી નહોતી આપી કે, વરરાજો અભણ છે અને લગ્ન નક્કી થઈ ગયા. પણ આ જુઠ બહું લાંબુ ચાલ્યું નહીં.
ગુરુવારે સાંજે જાન આવી અને લગ્નના તમામ વીધી પુરી થઈ, રાતના એક વાગ્યે અમુક રસમ બાકી હતી એ પણ પુરી થઈ. આ તમામની વચ્ચે કોઈએ દુલ્હનના ભાઈને જઈને કહ્યું કે, વરરાજો અભણ છે અને અંગૂઠાછાપ છે. ત્યાર બાદ તેને કસોટી લેવા માટે ભાઈએ વિધિની વચ્ચે જઈને 2100 રૂપિયા પંડિત આપ્યા અને કહ્યું કે, આ રૂપિયા વરરાજા પાસે ગણાવો, કેટલે છે જાણવુ છે. પંડિતે પણ એવું કર્યું.
જ્યારે વરરાજાએ રૂપિયા ગણવાનું શરુ કર્યું તો, તે ગણી શક્યો નહીં, ત્યાર બાદ 10 રૂપિયાની પરચુરણ ગણવા માટે આપી, તો એ પણ ન ગણી શક્યો. પછી તો શું હોબાળો થયો. દુલ્હનના ભાઈએ તેની જાણકારી બહેને આપી, તો દુલ્હન ભડકી ગઈ અને તેણે તુરંત લગ્ન કરવાની ના પાડી દીધી. દુલ્હને સ્પષ્ટ કહી દીધું કે, તે અભણ અને અંગૂઠાછાપ છોકરા સાથે લગ્ન કરશે નહીં.
એક વાતથી નારાજ દુલ્હને વરરાજાની જાનને પાછી મોકલી દીધી હતી. દુલ્હને સ્પષ્ટ કહી દીધું કે, તે કોઈ અભણ અને અંગૂઠાછાપ છોકરા સાથે લગ્ન કરશે નહીં. આ બધું ત્યારે થયું જ્યારે દુલ્હન તરફથી વરરાજાને 2100 રૂપિયા ગણવા માટે આપ્યા હતા.