એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમને લીધે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાત પર બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થશે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?