પોરબંદરમાં આભ ફાટ્યું, 17 ઇંચ વરસાદથી હોનારત જેવી સ્થિતિ

by JAYENDRA UPADHYAY
0 comments

મેઘરાજાએ પોરબંદર જિલ્લાને ઘમરોળી નાખ્યું છે.ભારે વરસાદના પગલે શહેરીજીવનની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોની મુશ્કેલી ઓછી હોય તેમ પોરબંદર જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતા રેલવે વ્યવહાર ખોરવાયો છે.અત્યાર સુધીમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં શહેરમાં જળ હોનારત જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જિલ્લાના રાણાવાવ તાલુકામાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને કુતિયાણા તાલુકામાં છ ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે,પોરબંદર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં પણ પાણી પાણી થઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલમાં કોઈ કામગીરી ન કરવામાં આવતા મોટાભાગના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાતા પરેશાની ભોગવી રહ્યાં છે, પરિણામે લોકોમાં તંત્ર પ્રત્યે રોષ પણ ફેલાયો છે. પોરબંદરથી ઉપડતી ટ્રેનો ઉપર પણ વરસાદની અસર પડી છે, ત્યારે પોરબંદર થી દ્વારકા જતા આદિતપરા પાસે આવેલ ઓવરબ્રિજ નીચે ભારે વરસાદના કારણે રેલ્વે ટ્રેકનું ધોવાણ થયું છે જેના કારણે પોરબંદર થી ઉપડતી ટ્રેનોને પણ અસર થઈ છે.

You may also like

Leave a Comment