સુપ્રીમ કોર્ટના ચુકાદાની કોપી હવે આપને હિન્દી સહિત દેશની અન્ય ભાષામાં મળી રહેશે. તેનાથી લોકોને પોતાની ભાષામાં કોર્ટનો ન્યાય જાણવા મળશે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે શનિવારે બાર કાઉંસિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા તરફથી મુંબઈના દાદરમાં આવેલ યોગી સભાગૃહમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, દેશના અંતિમ વ્યક્તિને સસ્તેમાં અને ઝડપથી ન્યાય મળે, તેના માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે. જ્યાં સુધી આપણા દેશના નાગરિકને તે ભાષામાં કોર્ટના ચુકાદાની જાણકારી નહીં મળે, જે ભાષા તે સમજે છે, ત્યાં સુધી ન્યાયની વ્યવસ્થાની સાર્થકતા સાબિત નહીં થાય.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને દરેક ભાષામાં ઉપલબ્ધ કરાવાની દિશામાં કામ શરુ છે.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કોર્ટની કાર્યવાહીનું સીધુ પ્રસારણ પર પણ ભાર આપ્યો
આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીઆર ગવઈ તથા બોમ્બે હાઈકોર્ટના કાર્યવાહીક મુખ્ય ન્યાયાધીશ એસવી ગંગાપુરવાલાએ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના ન્યાયિક વિવેકની પ્રશંસા કરી. તો વળી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે મુખ્ય ન્યાયાધીશને કાયદાકીય સફરનો પરિચય આપ્યો. કાર્યક્રમમાં બાર કાઉંસિલ ઓફ ઈંડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા, હાઈકોર્ટના હાલના તથા પૂર્વ ન્યાયમૂર્તિ ઉપરાંત બાર કાઉંસિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવાના ચેરમેન મિલિંગ થોબડે, બીસીએમજીના સચિવ પ્રવણી રણપિસે સહિત મોટી સંખ્યામાં વકીલ ઉપસ્થિત હતા.