પંજાબના CM ભગવંત માનના ઘર પાસે જીવતો બોંબ મળતા એરિયામા સનસની, સરકારી તંત્રમાં દોડધામ

પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનનાં હેલીપેડ પાસેથી સોમવારે બોમ્બ શેલ BOMB SHELL મળી આવ્યું છે. કેરીનાં બગીચામાં આ બોમ્બ શેલ દેખાયું છે. ચંડીગઢમાં  પંજાબ અને હરિયાણાનાં સીએમનાં ઘરથી થોડે દૂર જ આ બોમ્બ શેલ મળી આવેલ છે. પોલીસે રેતીની થેલીઓથી તેને ઢાંકી દીધેલ છે. સાથે જ એરિયાની આસપાસ દોરી બાંધી કવર કરી લીધેલ છે.રજિન્દ્રા પાર્કની પાસે બનેલ આ હેલીપેડનો ઉપયોગ પંજાબ અને હરિયાણાનાં સીએમ કરે છે. બોમ્બ નિરોધક ટીમને તાત્કાલીક આ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ચંડીગઢ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સીએમ હાઉસની નજીક બોમ્બ શેલ મળવાની ઘટનાને મોટાં ષડયંત્રનાં રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

ભારતીય સેનાનાં પશ્ચિમી કમાન પણ આ મુદે તપાસ કરી રહી છે. સાંજે આશરે 4-4:30 આસપાસ એક ટ્યૂબવેલ સંચાલકે પંજાબનાં મુખ્યમંત્રીના આવાસ અને હેલીપેડની પાસે કેરીનાં બાગમાં બોમ્બ શેલ જોયો હતો. પંજાબનાં સીએમ માન આ સમગ્ર ઘટના દરમિયાન પોતાના ઘરે નહોતાં.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?