ભુજ, સોમવાર :
ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની યોજના હેઠળ નવી બાબત તરીકે ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ ભચાઉ તાલુકાના કરમરીયા ગામના ખેડૂત રામજીભાઈ રતા વેધના રાયડાના ૨૦ એકરના ખેતર ઉપર કરવામાં આવ્યો હતો. નેનો યુરિયાથી મજૂરી ખર્ચ બચે છે અને ખેડૂતોને આર્થિક રીતે પોષાય છે, તેવું રામજીભાઈએ જણાવેલ છે. છેલ્લા એક માસથી ભચાઉ તાલુકાના ગામોમાં ધાણા, રાયડા અને દિવેલાના પાકમાં પણ નેનો યુરિયાનો સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે ખેડૂતો તરફથી ખૂબ સારા પ્રતિભાવો મળેલ છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ. ઓ. વાઘેલાએ મદદનીશ ખેતી નિયામકશ્રી એસ.એમ.પ્રજાપતિ અને એસ.સી.પરમાર, વિસ્તરણ અધિકારી-એમ.જી.સોલંકી અને ગ્રામસેવક સાથે સ્થળ મુલાકાત કરી હતી અને શ્રીવાઘેલાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ખૂબ સારી કામગીરી થઇ રહી છે. અત્યાર સુધી ૫૦૦ એકર જેટલાં વિસ્તારમાં ડ્રોન દ્વારા નેનો યુરિયાનો સ્પ્રે કરવામાં આવ્યો છે. આ યોજના ખેડૂતો માટે ફાયદાકારક હોવાથી વધુમાં વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …