1 કરોડ મહિલાઓને વિનામૂલ્યે સેનેટરી નેપકીન આપશે

રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર 18-45 ઉંમરની યુવતીઓ અને મહિલાઓને સામેલ કરતા લગભગ 3 લાખ લાભાર્થીઓને દર મહિને 12 સેનેટરી નેપકીનનું વિનામૂલ્યે વિતરણ કરશે. યોજનાના પ્રથમ તબક્કામાં રાજ્યની ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ છથી બારમા લગભગ 26 લાખ વિદ્યાર્થીનીઓને ફાયદો થશે.
ગ્રામીણ વિસ્તારોમાં 282 બ્લોકના 1410 આંગણવાડી કેન્દ્રો પર 18-45 વર્ષની યુવતીઓ અને મહિલાઓને સામેલ કરતા લગભગ 3 લાખ લાભાર્થીઓને દર મહિને 12 સેનેટરી નેપકીનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ પ્રકારે લગભગ કુલ 29 લાખ લાભાર્થીઓને દર મહિને વિનામૂલ્યે સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવશે.

યોજનાના દ્વિતીય તબક્કામાં પ્રદેશની તમામ આંગણવાડીઓમાં લગભગ એક કરોડ કિશોરીઓ અને મહિલાઓને સેનેટરી નેપકીનનું વિનામૂલ્યે વિતરણ સમસ્ત રાજકીય શિક્ષણ સંસ્થાઓમાં કરવામાં આવશે. વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સેનેટરી નેપકીનના વિતરણની સાથે-સાથે પિરિયડ્સ સ્વચ્છતા વિશે ચોક્કસ જાણકારી પહોંચાડવામાં આવશે.

About chanchal bhuj bhuj

Check Also

મોદીજી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે:અરવિંદ કેજરીવાલ

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »