ગુસ્સામાં કોઈને મરી જવાનું કહેવું આપઘાતની ઉશ્કેરણી ન કહી શકાય- HCનો મહત્વનો ચુકાદો

મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે, ગુસ્સામાં બોલાયેલા શબ્દોને આત્મહત્યા માટે ઉશ્કેરવા તરીકે ગણી શકાય નહીં, આવું કહીને હાઈકોર્ટે  ખેડૂતને આત્મહત્યા તરફ ધકેલવાના આરોપી ત્રણ શખ્સો સામેની જિલ્લા અદાલતની કાર્યવાહીને રદ કરી દીધી છે.

29 ઓક્ટોબર, 2020 ના રોજ, દમોહ જિલ્લાના મુરત લોધી નામના ખેડૂતે ઘરે જંતુનાશક દવા પીધી હતી અને તેના ડાઈગ ડિક્લેરેશનમાં, આરોપ લગાવ્યો હતો કે એક ભૂપેન્દ્ર લોધીએ તેના પર લાઠી વડે હુમલો કર્યો હતો અને તેથી સાથે દુર્વવ્યહાર કર્યો હતો. મુરતે જણાવ્યું હતું કે તેમણે આ સંદર્ભે પઠારિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી અને જ્યારે તેઓ ફરિયાદ દાખલ કરીને ઘરે પાછા ફર્યા ત્યારે રાજેન્દ્ર લોધી અને ભાનુ લોધીએ સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું.  તેમણે કહ્યું કે જો તેઓ સમાધાન માટે સંમત ન થાય તો તેઓએ ભયંકર પરિણામો વેઠવાની પણ ધમકી આપી હતી. તેના આધારે પોલીસે મુરતને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ રાજેન્દ્ર, ભૂપેન્દ્ર અને ભાનુ સામે આઈપીસી કલમ 306 અને 34 હેઠળ ગુનો નોંધ્યો હતો. ટ્રાયલ કોર્ટે આરોપો ઘડ્યા હતા, ત્યારબાદ ત્રણેય આરોપોને રદ કરવાની માંગ માટે હાઈકોર્ટમાં ગયા હતા.

જસ્ટિસ સુજોય પોલની ખંડપીઠે આવી જ બાબતોમાં સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, કોઈની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવી એ એક “માનસિક પ્રક્રિયા” છે. કોર્ટે જણાવ્યું હતું કે, “ગુસ્સામાં બોલાયેલા શબ્દો જો મૌખિક રીતે દુર્વ્યવહાર કરવામાં આવે છે અથવા ધમકી આપવામાં આવે અને તેને આધારે તે વ્યક્તિ આત્મહત્યા કરે તો આરોપી સામે આત્મહત્યાનો કેસ બનતો નથી. હાઈકોર્ટે કહ્યું કે આરોપીઓએ મૃતકને એવું પણ કહ્યું હતું કે જા મરી જા. આવા કિસ્સામાં આરોપીઓ વતી ઉશ્કેરણીનો કોઈ કેસ બનતો નથી અને તેમની સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો ન દાખલ કરી શકાય.

ગુનાઈ વ્યક્તિને આપઘાતની ઉશ્કેરણી માટે દોષી ન ઠેરવી શકાય.

About chanchal bhuj bhuj

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?