7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (SCA)માં ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મેચનો મુકાબલો રમાવાનો છે.
ક્રિકેટરસિકોએ કાલે શુક્રવારથી મેચની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કરાવી દેવામાં આવશે. આ મેચ માટેની ટિકિટનો ભાવ રૂ.1100થી 7000 નક્કી કરવામાં આવ્યો છે.
બુક માય શો ઉપર પોતાની પસંદગીની જગ્યા પર બેસવા માટેની ટિકિટ સરળતાથી ખરીદી શકશે. આ ઉપરાંત 1 ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ સહિતના આઉટલેટ ઉપરથી ટિકિટની ખરીદી કરી શકાશે