રાજય ના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેઓ
વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ, તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ-કચ્છ,
ગાંધીધામ નાઓ દ્વારા પૂર્વ-કચ્છ જીલ્લામાં શરીર સંબંધી, મિતલક સંબંધી ગુન્હાઓ તેમજ પ્રોહી- જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની
કાર્યવાહી કરવા સુચના આપવામાં આપેલ હોય જે અનુસંધાને . પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાઓની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી , અંજાર વિભાગ,
અંજાર તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ, ભચાઉ નાઓના વડપણ હેઠળ બંન્ને ડીવીઝન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી સઘન સરપ્રાઇઝ
ચેકીંગ હાથ ધરી અસરકારક કોમ્બીંગનુ આયોજન કરી નીચેની વિગતે કામગીરી કરવામાં આવેલ છે.આમ, કોમ્બીંગ દરમ્યાન કુલ્લે-૩૪૪ જેટલા ઇમસો ચેક કરી અલગ-અલગ હેડ
તળે ગુન્હાઓ રજીસ્ટર કરવામાં આવ્યા. તેમજ વાહન ચેકીંગ દરમ્યાન રૂ.૩૩,૫૦૦/- નો સ્થળ દંડ તથા કુલ્લે-૨૯ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા.