અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. જ્યારે પાંચ લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બે લોકોની તબિયત સારી હોવાની પ્રથામિક માહિતી છે. આ ઘટનામાં કુલ 9 લોકોને એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે.
