ગાંધીનગર,
તારીખ 25-27 ઑક્ટોબર દરમિયાન મહાત્મા મંદિર કનવેંશન સેન્ટર,ગાંધીનગર ખાતે આયોજિત 17મી અર્બન મોબીલીટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગાંધીનગર મહાનગર પાલિકાને ‘સિટી વિથ બેસ્ટ સેફ્ટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ & રેકોર્ડ’નો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે.
આ એવોર્ડ માટે ગાંધીનગર મહાનગર પાલિકાએ iccc સેન્ટર, સીસીટીવી નેટવર્ક, સ્માર્ટ પોલ જેવા વિવિધ સુરક્ષા અને સલામતીના ફીચર્સ સાથેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કર્યો હતો. દિલ્હી ખાતે વિવિધ નિષ્ણાતોની પેનલ દ્વારા શોર્ટલિસ્ટેડ શહેરોનું પ્રેઝન્ટેશન રાઉન્ડ યોજવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગરને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ માનનીય મેયરશ્રી મીરાબેન પટેલ, માનનીય કમિશનરશ્રી જે.એન.વાઘેલા, માનનીય ડેપ્યુટી મેયરશ્રી નટવરજી ઠાકોર અને માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ગૌરાંગભાઈ વ્યાસ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.
આ કોન્ફરન્સનું ઉદઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં સ્ટાન્ડર્ડડેઇઝેશન એન્ડ ઓપ્ટીમાઈઝેશન ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ સોલ્યુશન થીમ પર વિવિધ આંતરરાષ્ટ્રિય તથા રાષ્ટ્રીય તકનિકી નિષ્ણાતો દ્વારા ચર્ચા સત્રો, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.