મેક્સિકોમાં એક ભીષણ રોડ એક્સિડન્ટમાં 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મેક્સિકોના જકાટેકાસ પ્રાંતમાં શનિવારે એક મોટો રોડ એક્સિડન્ટમાં થયો. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી બસ સાથે અથડાતાં આ અકસ્માત થયો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે મેક્સિકોના સેન્ટ્રલ સ્ટેટ જકાટેકાસમાં એક હાઇવે પર બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. સવારના સમયે મુસાફરોને લઈ જતી બસ ટ્રેક્ટર-ટ્રેલરના પાછળના ભાગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રેક્ટર બંને વાહન ખીણમાં પડી ગયા.જકાટેકાસના ગવર્નર ડેવિડ મોનરિયલે શરૂઆતમાં 24 લોકોના મોતની જાણ કરી હતી, પરંતુ રાજ્યના એટર્ની જનરલની ઓફિસે બાદમાં એક નિવેદનમાં આ સંખ્યામાં સુધારો કર્યો અને જણાવ્યું કે 19 લોકો મૃત્યુ પામ્યા છે, જયારે 6 ઘાયલ થયા છે. એટર્ની જનરલ ઓફિસે કહ્યું કે તેઓ ટ્રેક્ટર-ટ્રેલરના ડ્રાઈવરની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક અહેવાલમાં એક સ્થાનિક સરકારી અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે શનિવારે સવારે થયેલા અકસ્માત બાદ ખીણમાં પડી ગયેલા કેટલાક મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ હતા.
Check Also
મુંબઈ-બાંદ્રા ટર્મિનસમાં નાસભાગ:ગોરખપુર એક્સપ્રેસ આવતા જ મુસાફરોમાં ધક્કા-મુક્કી શરૂ થઈ; 9 ઘાયલ, 2ની હાલત ગંભીર
મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર રવિવારે સવારે ટ્રેનમાં ચડવાની ધક્કા-મુક્કી બાદ મચેલી નાસભાગમાં નવ લોકો …