માંડવી
માંડવીમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહેલ છે જેના કારણે પરિસ્થિતિ વિકટ બનેલી છે.અને સવારે છ વાગ્યાથી શરુ થયેલો વરસાદ બપોરે બે વાગ્યા સુધી અવિરત ચાલી રહેલ છે.શહેરમાં કમર ડુબ પાણી ભરાયા છે.શહેરના મુખ્ય સ્વામીનારાયણ મંદીર રોડ પર કમર ડુબ પાણી ભરાયા છે.તો નીચાણ વાળા વિસ્તારોમાં કફોડી હાલત થઇ છે.
આજે સવારે છ વાગ્યા થી આઠ વાગ્યા દરમ્યાન 54 મીમી, 8થી 10 વાગ્યા સુધી 56 મીમી, 10થી 12 વાગ્યા સુધી 23 મીમી અને 12થી 2 વાગ્યા સુધી 98 મીમી વરસાદ નોંધાવા પામેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગદ્વારા આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને માંડવી વિસ્તાર પર સંકટ તોળાઇ રહેલ છે.સવારથી ચાલુ રહેલો વરસાદ સતત વરસી રહેલ છે.