મોરબી જિલ્લામાં ચાલુ કારે હાર્ટ એટેક આવતા યુવકનું દુઃખદ અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ચાલુ કારે 30 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. મોરબીથી પરત જતી વખતે ચાલુ ગાડીમાં 30 વર્ષીય નરપત ઉભડિયા નામના યુવાનને હાર્ટ એટેક આવ્યા બાદ તેનું મોત નીપજ્યું છે. હાલ યુવકના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.