મુન્દ્રા તાલુકા ના પત્રી ગામે રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસા માં કાકાઇ ભાઈ એ જ તેના કૌટુંબીંક ભાઈ ને કુહાડી ના બે ઘા મારી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. હત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.પ્રાથમીક વિગત આપતા પીઆઇએ જણાવ્યું હતું કે મરણ જનાર ભરત હરજી જોગી ઉંમર 27 પત્રી ગામના મફત નગર માં રહેતો હતો.અને રાત્રિના તેના ઘરે ઊંઘમાં હતો ત્યારે જ તેનો કાકાઇ ભાઈ રમેશ જોગી તેના ઘેર પહોંચ્યો હતો અને કુહાડી ના બે ઘા મારી હત્યા નિપજાવી હતી.મૃત્ક અને આરોપીનુ ઘર સામે સામેજ છે.
મરણજનાર યુવકની પત્નીએ થોડા વર્ષો પહેલા આપધાત કર્યો હતો. રમેશ ને પહેલાથી કોઇ બાબતને લઇને ભરત પર શંકી હતી અને તે વચ્ચે ભરતની પત્ની ચાલી જતા અવારનવાર ભરત તેને આ બાબતના મહેણાટોળા મારતો હતો. આજ વાતનુ મનદુખ આ હત્યાનુ કારણ બન્યુ હોવાનુ પ્રાથમીક રીતે તપાસમાં સામે આવ્યુ છે.ગઇકાલે રાત્રે તિક્ષ્ણ હથિયાર વડે ભરતને તેના ઘરમાંજ તિક્ષ્ણ હથિયારના ધા મારી રમેશે તેની હત્યા કરી નાંખી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …