આજે એકવીસ મી જુન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતીય યોગ ને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અપાવનાર યોગ દિવસ નિમિત્તે રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાપર તાલુકા ના વહિવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર તાલુકા ના તમામ વિભાગોના અધિકારીઓ સામાજિક સંસ્થાઓ તથા શાળા કોલેજ ના વિધાર્થીઓ અને સામાજીક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકા મામલતદાર એ.એમ.પ્રજાપતિ અને તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદી ના વડપણ હેઠળ યોજાયેલા યોગા ના કાર્યક્રમ દરમિયાન યોગ ન જૂદા ફાયદા અને શરીર માટે કયા કયા ફાયદા થાય છે તે અંગે સમજણ અને માહિતી આપવા મા આવી હતી તન અને મન ની શાંતિ માટે યોગ જરૂર છે ભારતીય સંસ્કૃતિ ના યોગ ને સમગ્ર વિશ્વ એ અપનાવ્યો છે અને છેલ્લા એક દાયકા થી ભારત સરકાર ના પ્રયાસો થી એકવીસ મી જુન ને યોગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે તે ગૌરવ પ્રાપ્ત થયું છે રાપર યોગ દિવસ ની ઉજવણી દરમિયાન મામલતદાર એ.એમ.પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદી નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈ નાથાણી તાલુકા શિક્ષણાધિકારી આંબાભાઈ મકવાણા ગુરુકુળ ના આચાર્ય રાવતસિંહ ગોહિલ રાજન મહારાજ પન્ના બેન ગૌસ્વામી આર.એફ.ઓ સતિષ ભાઇ જેઠા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત મહેશ સુથાર દિનાબેન સોલંકી સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા યોગ અંગે ની સમજણ મહેશ સોલંકી એ આપી હતી
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …