સુરતમાં મિત્રએ મિત્રની પત્નીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. સુરતમાં એક વ્યક્તિએ તેના મિત્રની પત્નીનો કપડા ઉતારતો વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રવિએ તેના મિત્રની પત્નીનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. બાદમાં મહિલાને બ્લેકમેઇલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી મહિલા પાસેથી 6.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપી રવિ મહિલાને સુરતની અનેક હોટલમાં લઇ જતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રવિ પ્રવીણ ચાવડા રાજકોટમાં કટલરીની દુકાન ચલાવે અને બે સંતાનનો પિતા છે. વર્ષ 2021માં પરિણીતા ઘરે એકલી હોય ત્યારે આરોપી આવતો હતો. આરોપીએ પરિણીતાનો કપડા બદલતો નગ્ન વીડિયો ઉતારી લીધો હતો. પછી તેણે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. બાદમાં મહિલાને અડાજણની વોકવે રોડ પર એક હોટેલમાં બોલાવી તેની સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આરોપી રવિ છેલ્લા 6 મહિનાથી પરિણીતા પાસે રૂપિયાની માંગણી કરતો હતો. આરોપીએ મહિલા પાસેથી ટુકડે-ટુકડે 5.50 લાખ પડાવ્યા હતા. પતિના મિત્રની આવી હરકતથી કંટાળીને પરિણીતાએ પિયરમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.