અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણીચાર દિવસ વરસાદની આગાહી

by JAYENDRA UPADHYAY
0 comments

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયા બાદ થોડા દિવસથી દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું છે. જોકે હવે આગામી ત્રણ-ચાર દિવસમાં રાજ્યમાં ચોમાસું જામવાની આગાહી કરવામાં આવી છે. એની વચ્ચે આજે અમરેલીના વડિયા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અમરેલી ઉપરાંત વહેલી સવારે નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના 20 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વડિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધામર વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. મોટા ગોરખવાળા, ચાંદગઢ, લાપાળિયા, સહિતનાં ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં અનેક વિસ્તારમાં વાવણી થયા બાદ આજે સારોએવો વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

You may also like

Leave a Comment