આપણા દેશમાં બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે. અહીં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે 4 વર્ષનો બાળક બર્ડ ફ્લૂનો શિકાર બન્યો હતો. જો કે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં છેલ્લા 5 વર્ષમાં બર્ડ ફ્લૂનો આ બીજો કેસ છે. અગાઉ 2019માં ભારતમાં પહેલો કેસ નોંધાયો હતો.પક્ષીઓ માટે જાનલેવા બર્ડ ફ્લૂ હવે માનવીઓ માટે પણ ખતરનાક બની રહ્યો છે અને તેને ભારતમાં પણ ખતરાની ઘંટડી વગાડી છે. દેશમાં બર્ડ ફ્લૂનો વધુ એક કેસ સામે આવ્યો છે અને આ વખતે 4 વર્ષના બાળકને ચેપ લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ વાતની પુષ્ટિ કરી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ભારતના પૂર્વીય રાજ્ય પશ્ચિમ બંગાળમાં ચાર વર્ષના બાળકમાં H9N2 વાયરસથી થતા બર્ડ ફ્લૂથી માનવ સંક્રમણનો કેસ મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલ્ટ્રીના સંપર્કમાં આવવાથી બાળકને ચેપ લાગ્યો હતો. ડબ્લ્યુએચઓ અનુસાર એ બાળકને શ્વસન સંબંધી સમસ્યાઓ, ખૂબ તાવ અને પેટમાં ખેંચાણ થતું હતું અને સ્થાનિક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …