રાજકોટમાં ક્રિકેટ બાદ હાર્ટ ઍટેકથી મોતનો ચોથો કેસ, આજે જ સુરતમાં પણ યુવકે ગુમાવ્યો જીવ

બદલાતી જીવન શૈલીને પગલે નાની ઉંમરમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. રાજકોટના યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. તો સુરતમાં પણ આવો જ બનાવ બન્યો છે. સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા એક યુવકનું રહસ્યમય મોત થતાં ચકચાર મચી જવા પામી છે. હાલ સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ સુરતના યુવકના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યાં બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

ક્રિકેટ રમીને ઘરે આવેલા સુરતના યુવકનું મોત
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જોલી એન્કલેવમાં રહેતો પ્રશાંત કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે થોડા દિવસ પહેલા જ કેનેડાથી સુરત આવ્યો હતો. ગઈકાલે સવારે તે મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંતને અચાનક છાતી દુખાવો અને ગભરામણ શરૂ થઈ હતી. જેથી તેણે આ અંગે પરિવારને જાણ કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઈને પરિવારજનોની રોકકડથી હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પ્રશાંતનું અચાનક મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. હાલ સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યાં બાદ યુવકના મોતનું કારણ સ્પષ્ટ થશે.

About JAYENDRA UPADHYAY

Check Also

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »