આ ચૂંટણીમાં કોંગ્રેસની સીટોની સંખ્યા 52થી વધીને 99 થઈ ગઈ છે અને લોકસભામાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ પહેલી વાર હશે, જ્યારે 2014માં સત્તામાંથી બહાર થયા બાદ કોંગ્રેસે લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળશે, છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસને આ પદ નહોતું મળ્યું, કારણ કે 2014 અને 2019માં બંને વખતે સદનમાં તેમને કુલ સીટના 10 ટકા સીટો નહોતી મળી.હાલમાં જ પૂર્ણ થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને 293 સીટો જીત અને સરકાર બનાવવા માટે તૈયાર છે. 2014માં સત્તામાં આવ્યા બાદ પહેલી વાર હશે, જ્યારે ભાજપ લોકસભામાં બહુમત વિના સરકાર બનાવશે.પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં થયેલી વિસ્તારિત કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક થઈ. આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી યોગદાનના વખાણ કર્યા. બેઠકમાં તેને લઈને પ્રસ્તાવ પણ પાસ કર્યો હતો.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …