ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNAએ સોમવારે સવારે આ જાણકારી આપી. અઝરબૈજાનથી પરત ફરતી વખતે રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ તેમનું હેલિકોપ્ટર ગુમ થયું હતું. રઈસી અને વિદેશ મંત્રી હોસૈન અમીરાબદુલ્લાહિયન સહિત 9 લોકો વિમાનમાં સવાર હતા. અકસ્માતમાં દરેકનાં મોત થયાં હતાં.હેલિકોપ્ટર અઝરબૈજાનની સરહદ નજીક ઈરાનના વરજેધન શહેર પાસે ક્રેશ થયું હતું. આ ડુંગરાળ વિસ્તાર છે. ભારે વરસાદ, ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે બચાવ એજન્સીઓએ આખી રાત ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ત્રણ બચાવકર્મી પણ ગુમ થયા હતા. સોમવારે સવારે 17 કલાક બાદ અઝરબૈજાનની પહાડીઓમાં હેલિકોપ્ટરનો કાટમાળ જોવા મળ્યો હતો.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …