નખત્રાણા વન વિભાગ દ્વારા બજારમાં તપાસ હાથ ધરી,ચાઈનીઝ દોરા પ્લાસ્ટિક માંજો સહિતની વસ્તુઓ ના વહેંચવા અપીલ કરી

by JAYENDRA UPADHYAY
0 comments

ઉતરાયણ પર્વના આગમનને લઈ હાલ વન વિભાગ દ્વારા પક્ષી બચાવ માટે જિલ્લા મથક ભુજમાં પાંચ સ્થળે અને કચ્છના તમામ તાલુકા મથકોએ કરુણા અભિયાન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આજે નખત્રાણા વન વિભાગ દ્વારા નગરની બજારોમાં ઉભા કરાયેલા દરેક પતંગ સ્ટોલની મુલાકાત લઈ ચાઈનીઝ દોર, તુક્કલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.નખત્રાણા વન વિભાગના મુખ્ય વન સંરક્ષક સંદીપકુમાર તેમજ નાયબ વન સરક્ષક યુવરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પશ્ચિમ રેન્જ તેમજ પૂર્વ રેન્જના બંને આરએફઓની આગેવાની હેઠળ નખત્રાણાની બજારમાં ચાઈનીઝ દોરા, પ્લાસ્ટિક માંઝા તેમજ તુક્કલનું વેંચાણ ના થાય તે માટે ચેકિંગ કરાયું હતું. આ વેળાએ વન અધિકારીઓએ પતંગ સ્ટોલ ધારકોને જીવ જોખમાય તેવી વસ્તુઓનું વેંચાણ ના કરવા તાકીદ પણ કરાઈ હતી. જીવદયા માટે વિભાગ દ્વારા જ્યાં જ્યાં ઉતરાયણની ઉજવણી સ્વરૂપે ચાઈનીઝ વસ્તુઓનું વેચાણ થતું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈપણ સ્થળે પ્રતિબંધિત વસ્તુઓ જોવા મળી ન હતી.

You may also like

Leave a Comment