Breaking News

ભચાઉના ગુણાતિતપુર ગામના મોડેલ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભચાઉ તાલુકાના ગુણાતિતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ શેઠિયા નેચરલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી. જીવામૃત-ઘન જીવામૃત આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલા શાકભાજી, ફળો અને પાકને જોઈને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતિ દર્શના દેવીજી પ્રભાવિત થયા હતા. દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે એક ખેડૂતના જીવનમાં બદલાવ લાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ શેઠિયા નેચરલ ફાર્મ છે.

કચ્છની જમીન અને વાતાવરણમાં પ્રાકૃતિક ખેતી એક ક્રાંતિ સર્જી શકે છે એવો વિશ્વાસ વ્યક્ત કરીને રાજ્યપાલશ્રીએ ખેડૂતોને શેઠિયા નેચરલ ફાર્મની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પણ કચ્છના ખેડૂતો જાગૃત બની રહ્યા છે તે જાણીને રાજ્યપાલશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપીને વિવિધ ફળ , શાકભાજીના પાકોનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલા અંજીરનો આસ્વાદ પણ માણ્યો હતો.

રાજ્યપાલશ્રીએ કચ્છના તમામ ખેડૂતોને આ ફાર્મમાંથી પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા લેવાનું સૂચન કરીને સૌને ગૌ સંવર્ધન અને નર્સરી વિકસાવવા માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ મુલાકાત દરમિયાન ઉપસ્થિત સૌ ખેડૂતોની સાથે મુક્ત મને સંવાદ કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી સાથે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિ, પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી.કે. તલાટી, શેઠિયા ફાર્મના ખેડૂત હિતેશભાઈ વોરા સહિત ખેડૂત પરિવારો ગુણાતિતપુરના સરપંચશ્રી અને ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

રાપર શહેર મા પોલીસ અને સીઆઇએસએફ દ્વારા ફુટ પેટ્રોલીંગ

આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા આગામી લોકસભા ની ચુંટણી ને અનુલક્ષીને પૂર્વ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »