કચ્છ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ સાથે શિક્ષણમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું

આગામી ૧૧ માર્ચથી શરૂ થનારી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા ભયમુકત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે મુજબનું પરીક્ષા વ્યવસ્થાપન કરવા આજરોજ વર્ચ્યુઅલ યોજાયેલી રાજયકક્ષાની સંકલન બેઠકમાં શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે સૂચના આપી હતી.
સમગ્ર જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિને સંબોધીત કરતા શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પરીક્ષા અને ચુંટણી અંગેની પ્રક્રિયા બંને એકસાથે ચાલશે જેથી સંવેદનશીલ બનીને વ્યવસ્થાપન કરવા તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચવા કે પરીક્ષા આપવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે તે તમામ જરૂરી બાબતો ધ્યાને લઇને આયોજન કરવા તાકીદ કરી હતી. ખાસ કરીને શહેરોમાં પરીક્ષાના સમયે ટ્રાફીક નિયમન પર ધ્યાન આપવા તેમજ કોઇપણ બાળકો કોઇ કારણસર મુશ્કેલીમાં મુકાય તો ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસની મદદ લઇ શકે છે તે અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી. આ સાથે મેડીકલ, પાણી, વીજ પુરવઠો સહીતની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી લેવા તેમજ કોઇપણ ગેરરિતીને અવકાશ ન રહે તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું.
બેઠકમાં રાજય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ પરીક્ષા સમયે કોઇપણ પ્રશ્ન ઉભો થાય તો યોગ્ય કામગીરી કરવા તેમજ આયોજનમાં કયાંય ચૂક ન રહી જાય તે જોઇ લેવા ખાસ ભાર મુકયો હતો.
કલેકટરશ્રી અમિત અરોરાએ બેઠકમાં કચ્છમાં પરીક્ષા અંગે થયેલા આયોજનની તમામ વિગતોથી શિક્ષણમંત્રીશ્રીને વાકેફ કરીને જરૂરી તમામ આયોજન સૂચારૂ રીતે કરાશે તે અંગે ખાત્રી આપી હતી.
આજરોજ યોજાયેલી બેઠકમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વાઘેલા તથા પરીક્ષા સમિતિના અન્ય સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?