ડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ગજોડ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે અગ્રણીઓએ,“ તમામ નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા ભારત સરકાર તથા રાજય સરકાર કટિબધ્ધ છે. ત્યારે દરેક નાગરિક તેનો લાભ લે અને અન્યો સુધી તેની જાણકારી પહોંચાડે તે જરૂરી તેવું જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.