ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓથોરિટી રિઅલ ટાઈમ એક્સેસ માટે કરદાતાઓના બેન્કિંગ વ્યવહાર પર નજર રાખી રહી છે.
GST રજિસ્ટ્રેશન દરમિયાન કરદાતા માત્ર એક બેન્ક એકાઉન્ટની માહિતી આપે છે અને એક બિઝનેસ માટે અનેક એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. હાલના સમયમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનો ડેટા મેળવવો પણ મુશ્કેલ છે. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, જ્યારે પણ માહિતી આપવામાં આવે છે, ત્યારે બોગસ ચલણ બનાવનાર કંપની અથવા વ્યક્તિ અગાઉથી ગાયબ થઈ જાય છે.
વિભાગને હાઈ પ્રાઈસ ટ્રાન્ઝેક્શન, શંકાસ્પદ લેવડ દેવડની સાથે સાથે એક નિશ્ચિત સીમા કરતા વધુ જમા થયેલ રોકડ પર ડેટા પ્રાપ્ત થાય છે.