અંજાર શહેરમાં સ્વામિનારાયણ મંદિર નજીક હેમલતા બાગની બાજુમાં આવેલા જગત મામાના મંદિરમાં ચોરીની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મંદિર કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે, ત્યાં ગઈકાલે રાત્રે લગભગ ત્રણ વાગ્યાથી પરોઢ સુધીના સમયગાળામાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
મંદિરમાંથી તાજેતરમાં જ લગાવવામાં આવેલો નવો ઘંટ, પંખો અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મંદિરના પૂજારી પ્રદીપ ગિરિ ગોસ્વામીએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.
