રાપર પોલીસ મથક નુ વાર્ષિક ઈન્સ્પેકશન યોજાયું

by JAYENDRA UPADHYAY
0 comments

રાપર પોલીસ મથકે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં સૌ પ્રથમ રાપર પોલીસ મથક ના તમામ રેકોર્ડ નુ ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું ઉપરાંત રાપર પોલીસ મથકે પોલીસ પરેડ તથા લોક સંવાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ફતેહગઢ તથા રવ આઉટ પોસ્ટનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું ઉપરાંત રાપર સીપીઆઇ કચેરી નુ પણ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું તદુપરાંત અનુસુચિત જાતિ ના મહોલ્લા ની મુલાકાત લીધી હતી તદુપરાંત વિકલાંગ બાળકો ના આશ્રમ ની મુલાકાત લીધી હતી તદુપરાંત આગેવાનો દ્વારા એસપી તથા તમામ પોલીસ અધિકારીઓ નુ સન્માન કરવામાં આવ્યું હતું તો રાપર ખાતે મોરબીયા પેટ્રોલ પંપ પર 12લાખ થી વધુ ની લુંટ ના બનેલા બનાવમાં સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત તેરા તુજકો અર્પણ મુજબ લુંટ ની રકમ ફરિયાદી ને અર્પણ કરવામાં આવી હતી રાપર શહેર ના વિવિધ સંસ્થાઓ અને સંગઠન દ્વારા તમામ પોલીસ અધિકારીઓ નુ સન્માન કરવામાં આવ્યું હતું લોક સંવાદ કાર્યક્રમ મા ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી સંચાલન મોરારદાન ગઢવી એ તથા આભાર વિધી પીઆઇ જે.બી.બુબડીયા એ કરી હતી ઉપરાંત એસપી બાગમારે અનુ.જાતિ મહોલ્લા તથા પોલીસ લાઇન ..પાંજરાપોળ સહિત ની મુલાકાત લીધી હતી એસપી બાગમાર તથા પોલીસ અધિકારીઓ એ વિવિધ પ્રકારના નિયમો અને સાઇબર ક્રાઇમ ની સમજણ અને માહિતી આપી હતી

You may also like

Leave a Comment